વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુણે પહોંચ્યા હતાં આ દરમિયાન તેમણે સંત તુકારામ મંદિરમાં સંત તુકારામ મહારાજના દર્શન કર્યાં આ સાથે જ સંત તુકારામ શિલા મંદિરનું લોકાર્પણ પણ કર્યું હતું.
વડાપ્રધાન ભારતીય વાયુસેનાના વિમાનમાં પુણે પહોંચ્યા હતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે તેમનું સ્વાગત કર્યું હતું આ દરમિયાન ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસ પણ હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા શા†ોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જન્મમાં સૌથી દુર્લભ સંતોનો સત્સંગ છે જો સંતોની અનુભુતિ થઇ ગઇ તો ઇશ્વરની અનુભૂતિ પોતાના આપમાં થઇ જોય છે.આજે આ પવિત્ર તીર્થ ભૂમિ પર આવી મને આવી જ અનુભુતિ થઇ રહી છે.તેમણે કહ્યું કે આપણને ગર્વ છે કે આપણે દુનિયાની પ્રાચીનતમ જીવિત સભ્યતાઓમાંથી એક છે તેનો શ્રેય ભારતની સંત પરંપરા અને ભારતના ઋષિઓ અને મનીષિયોને જોય છે ભારત શાશ્વત છે કારણ કે ભારત સંતોની ધરતી છે દરેક યુગમાં આપણે ત્યાં દેશ અને સમાજને દિશા આપવા માટે કોઇને કોઇ મહાન આત્મા અવતરિત થતી રહે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી રાષ્ટ્રીય એકતાને મજબુત કરવી આપણી જવાબદારી છે કે આપણે આપણી પ્રાચીન ઓળખ અને પરંપરાઓને ચેતન્ય રાખીએ. આજે જયારે આધુનિક ટેકનોલોજી અને ઇફ્રાસ્ટ્ર્‌કચર ભારતના વિકાસને યોગ્ય બનાવી રહ્યાં છે તો આપણે એ સુનિશ્ચિત કરી કે વિકાસ અને વિરાસત બંન્ને એક સાથે આગળ વધે વડાપ્રધાને કહ્યું કે સંત તુકારામ કહેતા હતાં કે સમાજમાં ઉચ નીચનો ભેદભાવ ખુબ મોટું પાપ છે તેમના આ ઉપદેશ રાષ્ટ્રભક્તિ અને સમાજ ભક્તિ માટે મહત્વપૂર્ણ છે.
વડાપ્રધાને કહ્યું કે કેટલાક મહીના પહેલા જ મને પાલકી માર્ગમાં બે રાષ્ટ્રીય રાજમાર્ગને ફોરલેન કરવા માટે શિલાન્યાસની તક મળી હતી શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલકી માર્ગનું નિર્માણ પાંચ તબક્કામાં પુરૂ થશે જયારે સંત તુકારામ પાલકી માર્ગનો નિર્ણય ત્રણ તબક્કામાં પુરૂ કરવામાં આવશે તેમણે કહ્યું કે આ તમામ તબકકામાં ૩૫૦ કિમીથી વધુ લંબાઇને હાઇવે બનસે અને તેના ઉપર ૧૧ હજોર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવશે