દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસનુ નામ આગળ ધરી એક પોલીસ કોન્સ્ટેબલની બદલીની માંગ કરનાર અજોણ્યા વ્યકિત ઉપર CBIએ ફરિયાદ દાખલ કરી છે. આવી ફરિયાદPMO થી જ CBIને કરવામાં આવી હતી.
આ કેસની વિગત અનુસાર ચંદીગઢ ખાતે ફરજ બજોવતા ૨૦૧૨ની બેચના એક આઇપીએસ ઓફિસર મનોજ કુમાર મીનાને રોહિત યાદવ નામની વ્યકિતએ ફોન કર્યો હતો. યાદવે પોતે વડાપ્રધાન કાર્યાલયથી બોલતા હોવાનો દાવો કરી ચંદીગઢ ખાતે કોન્સ્ટેબલની બદલી કરવા આદેશ કર્યો હતો. મીનાએ આ અંગે પીએમઓમાં જોણ કરી હતી. આંતરિક તપાસમાં જોણવા મળ્યું છે કે આવી કોઈ વ્યક્તિ અહી નોકરી કરતી જ નથી. વડાપ્રધાન કાર્યાલયથી આ અંગે તપાસ કરવા માટે સીબીઆઇને જોણ કરવામાં આવી હતી જેમાં આજે એફઆઇઆર નોંધી દેશની અગ્રણી એજન્સીએ તપાસ શરૂ કરી છે.