ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આરોગ્ય સારું રહે અને દરેક કાર્યમાં સફળતા અને યશ મળે તેવા ઉમદા હેતુથી એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ છારોડી–અમદાવાદ ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ઋષિકુમારો દ્વારા ગૌપૂજન અને અખંડ ધૂન કરવામાં આવી હતી.