જાફરાબાદના વડલી ગામે જમીનના સર્વે કરવાના બહાના હેઠળ વડીયાના બરવાળા ગામના શખ્સો દ્વારા જમીનની આકારણી ફરજિયાત છે અને બધાને કરવાની હોય છે જા આકારણી નહી કરવામાં આવે તો આકારણીમાંથી નામ નિકળી જશે તેમ જણાવી ગ્રામપંચાયતના સહી સિક્કા વગરનો લેટરપેડ બતાવી ગ્રામજનો પાસેથી નાણાં વસુલવામાં આવ્યા હતા. જા કે આ બાબતે ગ્રામજનોએ ખુલાસો પુછતા આ શખ્સો ૪૦% રકમ પરત આપી નાસી ગયા હતા ત્યારે ગામના સામતભાઈ પરમારે આ બાબતે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હોવાનું જાણવા મળ્યુ છે.