જાફરાબાદના વડલી ગામે રહેતા મેઘજીભાઈ મશરીભાઈ સરવૈયા (ઉ.વ.૪૫)એ ગીર સોમનાથના વેરાવળ તાલુકાના બોળાશ ગામના રામશીભાઈ બીજલભાઈ ભજગોતર તથા મહેશભાઈ ઉર્ફે કાળીયો બાબુભાઈ ભજગોતર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પુત્રએ ૦૯/૦૩/૨૪ ના રોજ તેઓની જ્ઞાતિની છોકરી ભજગોતર બિન્દુ રામશીભાઈ સાથે લીવ ઇન રીલેશનશીપનો કરાર કર્યો હતો. બંને સાથે રહેતા હતા અને રામશીભાઈ સમાધાન કરી તેની દીકરીને ઘરે મૂકી ગયા હતા. તેમ છતા બિન્દુને માનસિક દુઃખ ત્રાસ અને હેરાન-પરેશાન કરતા હતા અને બિન્દુને તેમના પુત્ર સાથે રહેવું હોવાથી આરોપીએ તેમના ઘરમાં અપપ્રવેશ કરી લાકડી લઇ છરી બતાવી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.