જાફરાબાદના વડલી ગામે રહેતા એક યુવકે ગામમાં દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા કરેલી અરજી મુદ્દે તેને મુંઢમાર મારી, ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે કેશુભાઈ કુંભાભાઈ સાંખટ (ઉ.વ.૪૦)એ મહેશભાઈ વિરાભાઈ બારૈયા, રવેસિંગભાઈ મેઘાભાઈ બારૈયા, પતુભાઈ કાળુભાઈ ભીલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મહેશભાઈ ગામમાં દેશી દારૂનું વેચાણ કરતા હતા, તે બંધ કરાવવા માટે તેમની વિરુદ્ધમાં કરેલી અરજીના મનદુઃખમાં માથાના ભાગે લોખંડના પાઇપનો એક ઘા માર્યો હતો. ઉપરાંત અન્ય આરોપીએ ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.