વડલી ગામે રહેતા વિજયભાઈ ધાખડાએ તેમના જ ગામના નરેશ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ વિજયભાઈએ દોઢેક વર્ષ પહેલા નરેશ સામે ફરિયાદ કરી હતી. જેને લઈ પાસાની સજા થઈ હતી. જેનું મનદુઃખ રાખી નરેશ ઉર્ફે ઘુઘાએ જેમફાવે તેમ ગાળો આપી હતી અને છરી બતાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેમની ફોરવ્હીલ પાછળ પોતાની ફોરવ્હીલ ગાડી પુરઝડપે તથા બેફીકરાઇથી ચલાવી અથડાવીને પાછળનો કાચ તોડી નાંખ્યો હતો. ઉપરાંત તેના ડાબા હાથના ખભા ઉપર પથ્થરનો એક ઘા મારી ઇજા કરી હતી.