ગુજરાતના પુત્ર- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસને વતન વડનગર ખાતે હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સંગીતની સંગતમાં ઉજવવામાં આવ્યો. ગુજરાત રાજય પ્રવાસન નિગમ, યુવા સાંસ્કૃતિક વિભાગ (નાટય અકાદમી), જિલ્લા વહીવટી તંત્ર, અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સામાજીક અગ્રણી સોમાભાઈ મોદી, ગુજકોમાસોલ-ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, શ્રીમતી ગીતાબેન સંઘાણી, મહેસાણાના કલેકટર એમ.નાગરાજન, પ્રદેશ ભાજપ ડીબેટ પ્રવકતા શૈલેષ પરમાર, જિલ્લા બેંકના ડીરેકટર બાબુભાઈ સખવાળા, ઉપસ્થિત રહ્યા હતા. આ તકે લોકસમુહે યશસ્વી પ્રધાનમંત્રીનું નિરંતર સ્વાસ્થ્ય જળવાઈ રહે અને દેશ અને વિશ્વ બંધુત્વ ભાવનાની જયોતથી વિશ્વને પ્રકાશિત કરે તેવી મહાદેવના ચરણોમાં શુભ પ્રાર્થના કરી હતી.