આગામી સુનાવણી ૨૦ મેના રોજ થશે

વકફ (સુધારા) અધિનિયમ ૨૦૨૫ ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર આજે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરી. એસજી તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે સરકારે પોતાનો જવાબ દાખલ કરી દીધો છે. કોર્ટે પૂછ્યું કે શું આ કેસમાં હાલમાં વચગાળાની રાહત માટેની સુનાવણી ચાલી રહી છે? તુષાર મહેતાએ કહ્યું કે જા કોર્ટ વચગાળાના આદેશ પર વિચાર કરે છે, તો તેમાં પણ વધુ સમય લાગશે નહીં. એસજી તુષાર મહેતાએ કહ્યું કે અરજદારોની જેમ, તેઓ પણ તેમના જવાબ અંગે ટૂંકી નોંધ દાખલ કરવા તૈયાર છે.
અરજદારો વતી કપિલ સિબ્બલે કહ્યું કે અમે એક ટૂંકી નોંધ તૈયાર કરી છે, જે અમે એસજી તુષાર મહેતા સાથે શેર કરી શકીએ છીએ. એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ કેસમાં મોટી સંખ્યામાં હસ્તક્ષેપ અરજીઓ દાખલ કરવામાં આવી છે. તે કોર્ટ પર આધાર રાખે છે કે તે તેને સાંભળે છે કે નહીં, પરંતુ મારા મતે તે સાંભળવું જાઈએ નહીં (એટલે કે મુખ્ય અરજીઓ સાંભળવી જાઈએ).
એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે અમે અમારી અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે વકફ કાયદામાં ફેરફાર છતાં, તેની કેટલીક મનસ્વી જાગવાઈઓ હજુ પણ યથાવત છે અને અમે અગાઉ પણ તેને રદ કરવાની માંગ કરી હતી. કોર્ટે અમારી માંગણી પર વિચાર કરવો જાઈએ. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે હમણાં અમે મૂળભૂત પ્રશ્ન (વકફ કાયદામાં કરવામાં આવેલા ફેરફારો બંધારણીય છે કે નહીં) પર વિચાર કરીશું. ભારતના મુખ્ય ન્યાયાધીશે વકીલ વિષ્ણુ જૈનને કહ્યું કે વચગાળાની રાહતની તમારી માંગણી પર કોઈ ઉતાવળ ન કરવી જાઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આગામી સુનાવણી મંગળવાર એટલે કે ૨૦ મેના રોજ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એસજી તુષાર મહેતાએ છેલ્લી સુનાવણીમાં ખાતરી આપી દીધી છે કે (વક્ફ કાયદાની કેટલીક જાગવાઈઓ લાગુ થશે નહીં). આ વ્યવસ્થા હાલ પૂરતી અમલમાં રહેશે. જા આનું પાલન નહીં થાય તો કોર્ટ તેની તપાસ કરશે. એસજીએ એ પણ ખાતરી આપી હતી કે સરકાર દ્વારા કોર્ટને આપવામાં આવેલી ખાતરીનો અમલ કરવામાં આવશે.
અગાઉ, આ અરજીઓની સુનાવણી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી. જાકે, જસ્ટિસ ખન્ના ૧૩ મેના રોજ નિવૃત્ત થયા, ત્યારબાદ હવે નવી બેન્ચની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે છેલ્લે ૧૭ એપ્રિલે આ કેસની સુનાવણી કરી હતી. તે સમયે, કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરી નોંધી હતી કે તે “વક્ફ બાય યુઝર” સહિત વકફ મિલકતોને ડિનોટિફાઇ કરશે નહીં, કે ૫ મે સુધી સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને બોર્ડમાં કોઈ નિમણૂક કરશે નહીં.
૧૭ એપ્રિલના રોજ થયેલી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે તે વકફ એક્ટ, ૨૦૨૫ ના અમુક ભાગો પર સ્ટે મૂકવાનું વિચારી રહી છે, જેમાં ‘વકફ-બાય-યુઝર’ ની વિભાવના, વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોનું પ્રતિનિધિત્વ અને વિવાદિત વકફ જમીનોની સ્થિતિ બદલવા માટે કલેક્ટરને આપવામાં આવેલી સત્તાઓનો સમાવેશ થાય છે.
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ટિપ્પણી કરી હતી કે, “અમે સામાન્ય રીતે પડકારના આ તબક્કે કાયદાને સ્થગિત કરતા નથી સિવાય કે અપવાદરૂપ સંજાગો હોય. આ એક અપવાદ હોય તેવું લાગે છે. અમારી ચિંતા એ છે કે જા ‘વક્ફ-બાય-યુઝર’ને ડી-નોટિફાઇડ કરવામાં આવે, તો તેના ખૂબ ગંભીર પરિણામો આવી શકે છે.” સુનાવણી બેન્ચમાં જસ્ટિસ પી.વી. સંજય કુમાર અને કે.વી. વિશ્વનાથન પણ સામેલ હતા.