વંદે ગુજરાત-ર૦ અંતર્ગત અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના મેળા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં પ૦ સ્વસહાય જૂથ જિલ્લા કક્ષાના પ્રદર્શન અને મેળામાં ભાગ લેશે. આગામી તા. પ-જુલાઇ ને મંગળવારના રોજ સાંજે પઃ૦૦ કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ થશે. શહેરના સિનિયર સીટીઝન પાર્ક ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં બાબરા તાલુકાના ૩, બગસરા તાલુકાના બે, અમરેલી, ધારી, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ, લાઠી, લીલીયા, રાજુલા અને સાવરકુંડલાના પાંચ-પાંચ સ્વસહાય જૂથ ભાગ લેશે. સ્વસહાય જૂથોને આર્થિક ઉન્નતિ તરફ લઇ જવા તેમને અને તેમની સ્વરોજગાર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વધુમાં વધુ લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો છે.