વંડા ગામની એક યુવતિ પરણીને સાસરે ગઈ હતી. જોકે જે અરમાનો સાથે આવી હતી તે ખોટા નીકળ્યા હતા. પતિ-સસરાએ ગાળો આપી હતી. તેમજ તું અહીંથી જતી રહે નહીં તો જાનથી મારી નાખવી પડશે તેવી ધમકી આપી હતી. બનાવ અંગે સુરભીબેન યોગેશભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૬)એ સુરતમાં રહેતા પતિ રાજદીપભાઇ ઘનશ્યામભાઇ દેસાણી, સસરા ઘનશ્યામભાઇ દેસાણી તથા સાસુ દયાબેન ઘનશ્યામભાઇ દેસાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ તેને શારીરીક માનસીક દુખ ત્રાસ આપ્યું હતું. પતિ તથા સસરાએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. સાસુએ કરીયાવર બાબતે મેણાટોણા મારી વધુ દહેજની માંગણી કરી હતી. પતિએ તા.૧૫/૦૨/૨૦૨૬ ના રોજ તેમને તું અહીંથી જતી રહે નહીં તો જાનથી મારી નાખવી પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એમ.વિંઝુડા વધુ તપાસ કરી રહ્યા છે.