સાવરકુંડલા તાલુકાના વંડા ગામના વતની અને હાલ વાપી રહેતા ઉદ્યોગપતિ ગફુરભાઈ બીલખીયાને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ મળતા અમરેલી જિલ્લાનું ગૌરવ વધ્યું છે. અમરેલી અને ભાવનગર જિલ્લાના બાળકો આર્થિક કારણોસર ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહે તે માટે માં ફાઉન્ડેશનના માધ્યમથી અનેક જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યાં છે. તેમના આ સેવાકિય કાર્યની નોંધ લેવામાં આવી છે.