વંડા ખાતે આવેલી સર્વમંગલ જી.એમ. બિલખીયા સ્કૂલમાં એક નવતર પ્રયોગ રૂપે બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં નાનપણથી જ લોકશાહીના મૂલ્યો અને ગુણોનું સિંચન કરવાનો હતો. બાળ સંસદને, “બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ પ્રક્રિયા દ્વારા બાળકો શાળા અને વર્ગખંડના નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે છે, તેમજ શાળાના વ્યવસ્થાપન, વિકાસ, સુધારણા અને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બને છે. આ ચૂંટણી પ્રક્રિયામાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. મતદાન બાદ પરિણામ જાહેર કરી મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી. આ ચૂંટણીને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.