સાવરકુંડલા તાલુકાના વંડા ગામે જેસર હાઇ-વે પર ફોર વ્હીલ ચાલક અકસ્માત સર્જી કારને ઘટના સ્થળ પર જ છોડીને ફરાર થઇ ગયા બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૯ર બોટલ ઝડપાઇ હતી. પોલીસે કાર સહિત કુલ રૂ. ૩.૩ર લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જા અકસ્માત ન સર્જાયો હોત તો પોલીસને ઉંઘતી રાખી આરોપી દારૂને સગેવગે કરવામાં સફળ રહ્યો હોત.