વંડા ટાઉનમાં નજીવી વાતમાં કુટુંબીજનોમાં બબાલ થઈ હતી. આ અંગે ભલાભાઇ કરશનભાઈ સાટીયા (ઉ.વ.૫૦)એ ભુરાભાઈ કરશનભાઈ સાટીયા, મણીબેન, અજયભાઈ તથા વિજયભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓ દ્વારા તેમને ગાળો આપીને પગ તથા સાથળ પર મુંઢ માર માર્યો હતો.