સાવરકુંડલા તાલુકાના વંડા ગામની પીપીએસ હાઈસ્કૂલના સિનિયર એસપીસી કેડેટ્‌સે વંડા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જયાં ઉપસ્થત પોલીસ સ્ટાફ પીએસઆઈ વાય.પી. ગોહિલ, એએસઆઈ મહેશભાઈ બગડા, પીએસઓ લલીતભાઈ શ્રીમાળી અને હેડ કોન્સ્ટેબલ અલ્પાબેન વિગેરેએ બાળકોને વિવિધ  પ્રદર્શન બતાવી આ વિશે કેડેટ્‌સને માહિતી આપી હતી. તેમજ પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી વિશે સમજ આપી હતી. ઉપરાંત સુરક્ષા સેતુ અંતર્ગત વંડાપોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કેડેટ્‌સને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.