વંડા ગામે રહેતા જીવદયા પ્રેમી જીગ્નેશભાઈ ભોળાભાઈ બાંભણીયા (ઉ.વ.૩૨) એ મળેલી બાતમીના આધારે ટ્રકનો પીછો કરી કતલખાને ધકેલાતી ૧૩ ભેંસો બચાવી હતી. કોઈને શંકા ન જાય તે માટે આ ભેંસોને તાલપત્રી ઢાંકીને લઈ જવામાં આવતી હતી. આ ટ્રકનો પીછો કરી તેને લુવારા ખાતેથી પકડવામાં આવી હતી.