વંડાના વતની અને અગ્રણી ઉદ્યોગપતિ એવા ગફુરભાઇ બિલખીયાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપી સન્માનિત કરાતા શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલના પ્રમુખ મનુભાઇ કાકડીયા, નિયામક મનસુખભાઇ ધાનાણી તેમજ હોસ્ટેલ ડાયરેક્ટર વલ્લભભાઇ રામાણીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ગફુરભાઇ બિલખીયાના સેવાકાર્યો અને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી સેવા કરવાની ભાવનાને બિરદાવી હતી. ત્યારે આ સન્માન યોગ્ય વ્યક્તિને મળ્યું છે તેમ હોસ્ટેલ ડાયરેક્ટર વલ્લભભાઇ રામાણીની યાદીમાં જણાવાયું છે.