રાજુલાના જુની બારપટોળી ગામે પતિ-પત્નીએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી. સંગીતાબેન રાજુભાઈ સાગઠીયા (ઉ.વ.૨૫)એ પતિ રાજુભાઈ નારણભાઈ સાગઠીયા, સસરા નારણભાઈ સાગઠીયા, સાસુ પુંજીબેન સાગઠીયા તથા મનીષાબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ૫ મહિના પહેલા તેમની અને તેના પતિ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેનું સમાધાન કરવા ભેગા થયા ત્યારે તેમને પતિએ ઢીકાપાટુનો મુંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ રાજુભાઈ નારણભાઈ સાગઠીયા (ઉ.વ.૩૦)એ પત્ની સંગીતાબેન રાજુભાઈ સાગઠીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પત્ની પાસેથી પોતાના છોકરા લેવા ગયા ત્યારે તેમને આ છોકરા તારા નથી તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.