કોડીનાર, તા.ર૧
આગામી તા.૭-૭-૨૪ થી ૨૪-૭-૨૪ દરમ્યાન કોડીનારના આંગણે માર્કેટીંગ યાર્ડ ખાતે શ્રી લોહાણા મહાજન તેમજ સમસ્ત રઘુવંશી સમાજ કોડીનાર દ્વારા શ્રી અઢાર પુરાણ મહા જ્ઞાનયજ્ઞ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેનું નિમંત્રણ આપવા માટે શુભ અવસરની નિમંત્રણ પત્રિકા (કંકોત્રી ) લખવાના કાર્યક્રમનું આયોજન અહીંના શ્રી જલારામ બાપાના મંદિર, શ્રી લોહાણા મહાજન વાડી કોડીનાર ખાતે કરવામાં આવ્યું હતું.