જાફરાબાદ તાલુકાના લોર ગામે ગામના પત્રકાર અને પ્રેસ ક્લબના સંગઠન મંત્રી દીલુભાઈ વરૂ દ્વારા વાવાઝોડા દરમિયાન સારી કામગીરી કરનાર શિક્ષકો, તલાટી મંત્રી તથા આરોગ્ય વિભાગ સહિતના કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોર ગામે સારી રસીકરણની કામગીરી કરનાર આરોગ્ય વિભાગના મેહુલભાઈ દવે તથા આશાવર્કર બહેનોનું સન્માન કરાયું હતું. તથા તૌકતે વાવાઝોડા દરમિયાન લોર ગામના તલાટી મંત્રી વૈશાલીબેન અને લોર પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કેશડોલ્સ અંગે ઘરે-ઘરે જઈ કામગીરી કરવા બદલ સન્માન કરાયું હતું.