રાજુલાના કુંડલીયાળા ગામે જમીનમાં ભાગ મુદ્દે સગા ભાઈઓમાં બબાલ થઈ હતી. બનાવ સંદર્ભે સોનલબેન ગૌતમભાઈ ગૌસ્વામી (ઉ.વ.૩૫)એ મહેશભાઈ કેશુભાઈ ગૌસ્વામી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના સસરાએ જમીન પર લોન લીધી હતી. જે લોન તેના પતિ ગૌતમભાઈ તથા નાના દિયર મધુભાઈએ ભરી હતી અને જમીન વાવતા હતા. મહેશભાઈએ તેમને કહ્યું કે, મને જમીનમાં ભાગ આપો, જેથી તેમના પતિ ગૌતમભાઈએ કહ્યું કે, અમે રૂ. ૩,૭૫,૦૦૦ લોન ભરી છે, જેમાં તું ભાગ આપ તો તને તારો ભાગ આપીએ. જેથી તે ઉશ્કેરાઈને ગાળો આપવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતાં ઢીકાપાટુ મારવા લાગ્યા હતા. આ સમયે તેઓ વચ્ચે પડતાં પેટના ભાગે એક ઘા મારી મુંઢ ઈજા પહોંચાડી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.