બાબરાના લોનકોટડા ગામે રહેતા એક યુવકની પત્નીએ એક વર્ષ પહેલા આપઘાત કર્યો હતો. જે બાદ પતિ સતત ઉદાસ રહેતો હતો અને પત્નીના વિરહમાં ઝૂરતો હતો. જેને લઈ લાગી આવતાં ઝેરી દવા પીધી હતી. જે બાદ સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે મુકેશભાઈ અરજણભાઈ વડદોરિયા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, મયુરભાઈ અરજણભાઈ વડદોરીયા (ઉ.વ.૨૧)ની પત્નીએ એક વર્ષ પહેલા દવા પી’ને આપઘાત કર્યો હતો. જે બાબતે તે ઉદાસ રહેતો હતો અને કપાસમાં છાટવાની જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે પત્નીના મોતના કારણે લાગી આવતા પોતાની મેળે જંતુનાશક દવા પી લેતા સારવાર દરમિયાન મરણ પામ્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ.ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.