રાજકોટના લોધિકામાં આરોગ્ય કર્મી અસ્મિતાબેન કોલડીયાએ ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું. તેણીએ પોતાના છ માસના બાળકને સાથે રાખી રસીકરણની કામગીરી કરી કોરોના સામેની જંગમાં અનોખું યોગદાન આપ્યું હતું. અસ્મિતાબેન રસી ન મુકાવનાર લોકોને વારંવાર સમજાવી રહ્યા છે અને રસી લેવાથી કોરોના સામે સુરક્ષિત રહેવાય છે તે અંગે સમજાવી રહ્યા છે. અસ્મિતાબેનને સંતાનમાં છ માસની દીકરી છે. દીકરીના ઉછેરની જવાબદારીની સાથે સાથે ફરજ પણ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. અસ્મિતાબેન જેવા ફરજનિષ્ઠ આરોગ્ય કર્મચારીઓની કાર્યનિષ્ઠાથી જ કોરોનાની ત્રીજી લહેરનું આક્રમણ ખાળી શકાયું છે. અસ્મિતાબેને અન્ય આરોગ્ય કર્મચારીઓને પણ નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવવા પ્રેરણા પુરી પાડી છે.