જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે એક યુવકને ફોનમાં ગાળ બોલવા મુદ્દે ફટકારવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે રામજીભાઇ જીવાભાઇ સોલંકી (ઉ.વ.૨૫)એ તેમના જ ગામના દિનેશભાઇ ભુપતભાઇ તથા વિનોદભાઇ ભુપતભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ રામજીભાઈ પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે આરોપીએ આવીને તેમને કહ્યું કે તું કેમ મને ફોનમાં ગાળો આપતો હતો. જેથી તેમણે મેં ગાળો આપી નથી તેમ કહેતા દિનેશભાઈએ ઉશ્કેરાઇ જઇ તેના હાથમા રહેલ લોંખડની ટી માથાના ભાગે મારી હતી. જ્યારે વિનોદભાઈએ શરીરે મુંઢમાર મારી ગાળો આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ આર.બી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.