જાફરાબાદ તાલુકાના લોઠપુર વળાંક પાસેની જગ્યા સંવેદનશીલ ગણાતી હોય, જેના કારણે અહીં કોસ્ટલ ચેકપોસ્ટ ઉભી કરવા આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના કરશનભાઇ ભીલ તથા શીવરાજભાઇ કોટીલાએ આ માંગ કરી છે. આ રોડ દરિયાઇ વિસ્તારને લગતો હોય જેથી અહીં ભારે વાહનોની સતત અવરજવર રહે છે અને અહીં સતર્કતા પણ જરૂરી છે. આ રસ્તેથી લાઇમસ્ટોનના અને સિમેન્ટના હેવી લોડેડ ટ્રકો અન્ય રાજ્યોમાંથી પણ આવતા હોય જેથી કોઇ ટ્રકમાં કોઇ વાંધાજનક ચીજ-વસ્તુ તો નથી આવતી ને? એ અંગે પણ તકેદારી રાખવી જરૂરી છે. જેના માટે કોસ્ટલ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવે તે જરૂરી છે તેવી રજૂઆત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.