બિહારની લોકપ્રિય ગાયિકા મૈથિલી ઠાકુર ૨૦૨૫ ની વિધાનસભા ચૂંટણી લડશે તેવી અફવા છે. આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે તેણી ભાજપના નેતાઓ સાથે મળી છે. આ બેઠક દરમિયાન તેના પિતા પણ હાજર હતા. વિનોદ તાવડે અને નિત્યાનંદ રાય સાથેનો તેમનો ફોટો સામે આવ્યા બાદથી, તેમના ચૂંટણી લડવા અંગે અટકળો ચાલી રહી છે.હકીકતમાં, વિનોદ તાવડેએ ગયા તેમના એક્સ હેન્ડલ પરથી ફોટા શેર કર્યા અને લખ્યું કે પ્રખ્યાત ગાયિકા મૈથિલી ઠાકુર, જે ૧૯૯૫ માં લાલુ પ્રસાદ યાદવ સત્તામાં આવ્યા ત્યારે બિહાર છોડી ગયેલા પરિવારની પુત્રી છે, બિહારની બદલાતી ગતિ જાઈને બિહાર પાછા ફરવા માંગે છે. આજે, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને મેં તેમને બિહારના સામાન્ય માણસની અપેક્ષાઓ પૂર્ણ કરવા વિનંતી કરી, જેઓ બિહારના લોકો અને તેના વિકાસમાં યોગદાન આપવાની અપેક્ષા રાખે છે. બિહારની પુત્રી મૈથિલી ઠાકુરને શુભકામનાઓ!વિનોદ તાવડેની આ પોસ્ટ સૂચવે છે કે મૈથિલી ચૂંટણી લડી શકે છે. મૈથિલી ઠાકુરે ઇન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, “બિહાર માટે મોટા સપના જાનારાઓ સાથેની દરેક વાતચીત મને દ્રષ્ટિ અને સેવાની શક્તિની યાદ અપાવે છે. હું તમારા પ્રત્યે ખૂબ સન્માનિત અને આભારી છું, શ્રી નિત્યાનંદ રાય અને શ્રી વિનોદ શ્રીધર તાવડે.”
મૈથિલી ઠાકુર મધુબનીના બેનીપટ્ટીની રહેવાસી છે. ચૂંટણી પંચ દ્વારા તેમને બિહારના ‘સ્ટેટ આઇકોન’ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય શા†ીય અને લોક સંગીતમાં તાલીમ પામેલી મૈથિલી ઠાકુરને બિહારના લોક સંગીતમાં તેમના યોગદાન બદલ ૨૦૨૧ માટે સંગીત નાટક અકાદમીના ઉસ્તાદ બિસ્મિલલ્લાહ ખાન યુવા પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી. મૈથિલી ઠાકુરે, તેમના બે ભાઈઓ સાથે, તેમના દાદા અને પિતા દ્વારા લોક, હિન્દુસ્તાની શાસ્ત્રી સંગીત, હાર્મોનિયમ અને તબલામાં તાલીમ લીધી છે.









































