સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત લોકોના પ્રશ્નો સાંભળી તેને વાચા આપવા છેલ્લા ત્રણ દિવસથી સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ ખેડી રહ્યા છે. તેમણે ઘાણલા, વણોટ, દાધિયા, હાડીડા, નવાગામ, જાંબુડા, મઢડા, ડેડકડી, છાપરી, લીખાળા સહિતના ગામોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું અને તેમની કામગીરીને બિરદાવી હતી. ધારાસભ્યએ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના ઉકેલની ખાતરી આપી હતી.