ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરતા પહેલા લોકોએ તેમની સરકાર અને અગાઉની સરકારના કામનું મૂલ્યાંકન કરવું જાઈએ. ગોડ્ડા જિલ્લામાં આપકી યોજના, આપકી સરકાર, આપકે દ્વાર કાર્યક્રમમાં, સોરેને આશરે રૂ. ૩૫૮ કરોડના ખર્ચની ૧૪૭ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે અમને ચૂંટણી માટે મત માંગવાનો પૂરો અધિકાર છે. અમે જનતા માટે કામ કર્યું છે.
હાલમાં જ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે આરોપ લગાવ્યો હતો કે ઝારખંડ સરકાર વોટ માટે યોજનાઓ લાગુ કરી રહી છે. આબકારી કોન્સ્ટેબલની ભરતી પણ મતદાન માટે મુકવામાં આવી હતી. વિપક્ષના આ આરોપો પર ઝારખંડના સીએમ હેમંત સોરેને કહ્યું કે દરેક વ્યÂક્તએ મૂલ્યાંકન કરવું જાઈએ કે કેવી રીતે અગાઉની સરકારોએ ૨૦ વર્ષ સુધી લોકોને લૂંટ્યા. અમારી સરકારના છેલ્લા સાડા ચાર વર્ષના કાર્યકાળમાં તમને કયા અધિકારો મળ્યા?
જેએમએમના નેતાએ કહ્યું કે અમારી સરકારે ઝારખંડ મુખ્?યમંત્રી મૈયા સમ્માન યોજના શરૂ કરી છે. રાજ્યની લગભગ ૫૦ લાખ મહિલાઓએ તેનો લાભ લીધો છે. સોરેને કહ્યું કે વિપક્ષનો આરોપ છે કે અમે વોટ માટે સ્કીમ શરૂ કરી છે. પરંતુ હું જાણું છું કે ગામડાઓમાં ગરીબ લોકો હજુ પણ નાની જરૂરિયાતો, બાળકોના શિક્ષણ અને સારવાર માટે શાહુકારો પાસેથી લોન લે છે. આવનારા દિવસોમાં સરકાર એવી સ્કીમ લાવશે કે દરેક ઘર સુધી ૧ લાખ રૂપિયાની રકમ પહોંચી જશે. જેથી લોકોને શાહુકારો પાસેથી લોન લેવી ન પડે.
તેમણે કહ્યું કે સરકારે ગ્રામીણ ઝારખંડને સશક્ત બનાવવા માટે કાર્યક્રમો શરૂ કર્યા છે. ગરીબો, વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ભાજપ પર નિશાન સાધતા સોરેને કહ્યું કે મણિપુર એક વર્ષથી સળગી રહ્યું છે અને મહિલાઓનું સન્માન લૂંટવામાં આવી રહ્યું છે. લોકો સ્થળાંતર કરવા મજબૂર છે, પરંતુ વડાપ્રધાને એક પણ વખત ત્યાંની મુલાકાત લીધી નથી. ઝારખંડમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.