નીતીશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) સાથે ગઠબંધન તોડ્યા પછી, રાષ્ટિય જનતા દળની પહેલી મેગા રેલી આવતીકાલે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં યોજાવા જઈ રહી છે. આ રેલીને “જન વિશ્વાસ મહારેલી” નામ આપવામાં આવ્યું છે. આ મેગા રેલી માટે પાર્ટીએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. લાલુ પ્રસાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લોકોને આ મહારેલીમાં આવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકોએ ભેગા થઈને કેન્દ્રની ભાજપ સરકારને ઉથલાવી દેવાનું કામ કરવું જાઈએ.
મળતી માહિતી મુજબ આ મેગા રેલીમાં કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી પણ ભાગ લેશે. રાહુલની સાથે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી સહિતના અન્ય નેતાઓ પણ મંચ પર હાજર રહેશે. લાલુ પ્રસાદના નાના પુત્ર અને તેમના રાજકીય ઉત્તરાધિકારી ગણાતા તેજસ્વી યાદવ પણ રેલીને સંબોધશે. તેજસ્વીએ તાજેતરમાં જ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જાડો ન્યાય યાત્રા’માં પણ ભાગ લીધો હતો.
આ પહેલા પોતાની જનવિશ્વાસ યાત્રામાં તેજસ્વી યાદવ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો, “અમે તમને કલમ આપવાનું કામ કરી રહ્યા છીએ, પરંતુ ભાજપ તલવારો વહેંચવાનું અને ઝેર વાવવાનું કામ કરી રહી છે.” તેમણે કહ્યું, “હું એવી પૃષ્ઠભૂમિમાંથી આવું છું જ્યાં ધર્મને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. અમારા ઘરમાં એક મંદિર છે જ્યાં અમે નિયમિત પ્રાર્થના કરીએ છીએ. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે જા આપણે લોકોના હિતની વિરુદ્ધમાં કામ કરીએ તો કોઈ પણ મંદિરમાં જઈને પાપોમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ફાયદો નથી.