લીલીયાની લોકી ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત સમગ્ર પેનલ બિનહરીફ જાહેર થઇ છે. જેમાં સરપંચ કિરીટભાઇ સોળીયા સહિત સભ્યો ઘોહાભાઇ ખુમાણ, ભાવનાબેન સોળીયા, રેખાબેન સોળીયા, હરેશભાઇ વાડઝા, ગીતાબેન ગમારા, કૈલાસબેન વાઘેલા, ગૌરીબેન ડેલાણીયા, તથા માવજીભાઇ મહીડાને ગ્રામજનોએ બિનહરીફ ચૂંટી કાઢ્યા છે. સરપંચ તથા તમામ સભ્યોની ટીમને ગામના હિંમતભાઇ સોળીયા સહિત આગેવાનોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી, તેમજ ગ્રામજનોને આભાર વ્યક્ત કર્યો હતો.