કર્ણાટકમાં લોકાયુક્ત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગુરુવારે, લોકાયુક્ત ટીમે રાજધાની બેંગલુરુ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ઘણા સરકારી વિભાગોના કર્મચારીઓ લોકાયુક્તના સકંજામાં આવી ગયા છે. રાજ્યભરમાં લોકાયુક્તના દરોડા ચાલુ છે.
લોકાયુક્ત ટીમ બેંગલુરુ અને કર્ણાટકના અન્ય ભાગોમાં સરકારી અધિકારીઓ પર દરોડા પાડી રહી છે. કેટલાક અધિકારીઓ પાસે તેમની આવકના જાણીતા સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ હોવાની વિશ્વસનીય માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બેંગલુરુમાં ૧૨, તુમકુરુમાં ૭, યાદગીરમાં ૫, મેંગલુરુમાં ૪ અને વિજયપુરામાં ૪ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ટુમકુરુમાં નિર્માણ કેન્દ્રના પ્રોજેક્ટ ડિરેક્ટર રાજશેખર, દક્ષિણ કન્નડ જિલ્લામાં સર્વે સુપરવાઈઝર મંજુનાથ, વિજયપુરામાં ડા. બીઆર આંબેડકર ઓગમેન્ટેશન કોર્પોરેશનના રેણુકા સતારલે અને બેંગલુરુ શહેરમાં શહેરી અને ગ્રામીણ આયોજન નિયામકના વધારાના ડિરેક્ટર મુરલી ટીવી, હોસ્કોટ તાલુકા કાર્યાલયમાં કાર્યરત અનંત કુમાર અને શાહપુર તાલુકા કાર્યાલયમાં કાર્યરત ઉમાકાંતના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર, કર્ણાટક લોકાયુક્ત દ્વારા સાત સરકારી અધિકારીઓ સાથે જાડાયેલા અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા છે. આરોપી અધિકારીઓના ૪૦ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. પીટીઆઈ અનુસાર, લોકાયુક્તના સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન સ્થાવર મિલકતો અને બિનહિસાબી રોકડ, ઘરેણાં, મોંઘા વાહનો સંબંધિત અનેક દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા હતા.










































