થોરડી ગામે કાંતિદાદા અને કસુંબાબાના અથાગ પ્રયત્નોથી ગાંધી વિચારધારાને અનુરૂપ લોક સેવક સંઘ નીચે અંધ વિદ્યાલય, પ્રાથમિકથી લઈ ઉ.માધ્યમિક શાળા, ગૌશાળા, લઘુ ઉદ્યોગ સહિતની સુવિધા તેમજ મહિલા સશક્તિકરણની પ્રવૃતિઓ ટૂંકાગાળામાં ઉપલબ્ધ થઈ હોવાથી શિશુવિહાર ભાવનગર દ્વારા આ સંસ્થાને માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.