ઈન્ડીયન પ્રીમિયર લીગનો ૨૨ માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. હાલ દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખો જાહેરાત થવાની બાકી હોવાથી પ્રથમ ૧૭ દિવસમાં ૨૧ મેચનો જ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણીના કાર્યક્રમ બાદ બીજા તબક્કાના કાર્યક્રમની જાહેરાત થવાની શક્યતા છે. આઈપીએલના સૂત્રના મતે લોકસભા ચૂંટણી છતાં સમગ્ર આઈપીએલ ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાઈ શકે છે.
લોકસભાની ચૂંટણી તબક્કવાર યોજાવાની હોવાથી પોલીસ બંદોબસ્ત સહિત અન્ય બાબતોમાં અવરોધ સર્જાશે તેવી અફવાને આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન અરુણ ધુમાલે ફગાવી દીધી છે. સૂત્રના મતે બીજા તબક્કામાં આઈપીએલનો કાર્યક્રમ હોમ અને અવે ફોરમેટમાં જ જાહેર થશે અને સમગ્ર ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાઈ શકે છે.
હાલમાં ૨૨ માર્ચથી ૭ એપ્રિલ વચ્ચે રમાનાર આઈપીએલની ૨૧ મેચનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધુમાલના મતે લોકસભા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ આઈપીએલનો બાકીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે. અગાઉ ૨૦૧૯માં પણ લોકસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે સમગ્ર આઈપીએલ ભારતમાં જ યોજાઈ હતી.આઈપીએલમાં અમે હોમ અને અવે ફોરમેટમાં જ કાર્યક્રમ જાહેર કરવાની ઈચ્છા ધરાવીએ છીએ પરંતુ લોકસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ અને મેચ વચ્ચે ટકરાવ થતો
૨૦૦૯માં સૌપ્રથમ વખત લોકસભા ચૂંટણી અને આઈપીએલના આયોજનમાં ટકરાવ થતાં સમગ્ર ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો. ધુમાલના મતે આ વખતે ટૂંકા ગાળામાં આઈપીએલનો બીજા તબક્કાનો કાર્યક્રમ ભારત બહાર ખસેડવો પડકારજનક રહેશે અને તે શક્ય નથી.