લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની કામગીરીના ભાગરુપે ભારતીય ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રકારની તૈયારીઓ શરુ છે. લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરીઓ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગેની ભારતીય ચૂંટણી પંચની સૂચનાઓ-૨૦૨૪નો ભાગ – જી ના મુદ્દા નંબર ૭ થી રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવા અને મુક્ત કરવા માટેની કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે, જેના અંતર્ગત જિલ્લાકક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લાકક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિના અધ્યક્ષ તરીકે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર, કન્વીનર તરીકે ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારી અને સભ્ય તરીકે અમરેલી જિલ્લા તિજોરી અધિકારી રહેશે.