લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કાયદો-વ્યવસ્થા બાબતે બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીઆરપીએફની કંપની તથા બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા બાબરા સિટી તથા ગ્રામ્ય વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. ઉપરાંત બાબરા પોલીસ સ્ટેશન દ્વારા કોટડાપીઠા ચેકપોસ્ટ તથા મોટા દેવળીયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.