ઉના સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે ત્યારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ દ્વારા શહેરમાં વિવિધ માર્ગો પર ફ્‌લેગ માર્ચ યોજાઈ હતી. શહેરમાં લોકસભાની ચૂંટણીને લઇ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ ઉના પોલીસના પીએસઆઇ સુવા, ઉના પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ, કર્મચારીઓ, બંદોબસ્તમાં ફાળવેલ પોલીસ, CAPFના જવાનો સાથે ઉના શહેરમાં વિવિધ માર્ગો પર ફ્‌લેગ માર્ચ યોજવામાં આવી હતી.