લોકસભા ચૂંટણી (૨૦૨૪)ના ચોથા તબક્કામાં આજે ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ લોકસભા બેઠકો પર આજે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન થયું છે સરેરાશ ૬૩ ટકા જેટલું મતદાન થયું છે. કેટલાક સ્થળોએ ભારે મતદાન થયું છે શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી સારી રહી છે.કેટલાક સ્થળોએ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના બનાવો બન્યા હતાં આ તબક્કામાં ૧૭૧૭ ઉમેદવારોનું ભાવિ મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કર્યું છે.
સમગ્ર દેશમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં પણ હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી. બીરભૂમમાં બીજેપી કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે ટીએમસીના સભ્યોએ પોલિંગ બૂથની બહાર તેમના કેમ્પમાં તોડફોડ કરી. જાકે, ટીએમસીએ આ આરોપોને ફગાવી દીધા હતા.ભાજપના આરોપોનો જવાબ આપતા ટીએમસીના સભ્યએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “અમને ખબર નથી કે બીજેપી કેમ્પ ઓફિસ ક્યાં છે. અમે ફક્ત અમારું કામ કરી રહ્યા છીએ. તેમણે સીસીટીવી કેમેરા તપાસવા જાઈએ, તો જ તેમને ખબર પડશે કે આ કોણે કર્યું છે. જેણે આ કર્યું તેની ધરપકડ થવી જાઈએ. તેમને ખબર હોવી જાઈએ. કે તેને અહીં વોટ મળવાના નથી, તેથી તે પોતાની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે આવું કરી રહ્યા છે.”
દુર્ગાપુરમાં પણ મતદાન દરમિયાન બીજેપી અને ટીએમસી કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડાયા હતા. બીજેપી ધારાસભ્ય લક્ષ્મણ ઘોરઈએ કહ્યું, “અમારા પોલિંગ એજન્ટોને દુર્ગાપુરની ટીએમ સ્કૂલ સ્થિત પોલિંગ બૂથમાંથી વારંવાર ફેંકી દેવામાં આવ્યા હતા. બૂથ નંબર ૨૨માંથી અલ્પના મુખર્જી, બૂથ નંબર ૮૩માંથી સોમનાથ મંડલ અને બૂથ નંબર ૮૨માંથી રાહુલ સાહનીને ટીએમસીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ગુંડાઓએ તેને મતદાન મથકની બહાર ફેંકી દીધો. ટીએમસીના નેતા રામ પ્રસાદ હલદરે અથડામણ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “સવારે છ વાગ્યે આ લોકો (ભાજપ) કેન્દ્રીય દળો સાથે આવ્યા અને મતદારોને ઉશ્કેરવાનું શરૂ કર્યું. અમે તેનો વિરોધ કર્યો. મતદારોએ પણ તેનો વિરોધ કર્યો. તેઓ બહાર આવ્યા. તેઓ અહીંથી પોલિંગ એજન્ટ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અહીંના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
વાયએસઆરસીપી ધારાસભ્ય અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાના ઉમેદવાર એ. શિવકુમારે ગુંટુરના તેનાલીમાં એક મતદાતા પર હુમલો કર્યો. વાસ્તવમાં, શિવકુમાર કતાર તોડીને પોતાનો મત આપવા ગયા, મતદારોએ આનો વિરોધ કર્યો. જ્યારે મતદારે વાંધો ઉઠાવ્યો ત્યારે ધારાસભ્ય હિંસક બન્યા અને મતદાર પર હુમલો કર્યો.લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશમાંથી ૨૫, બિહારમાંથી ૫, જમ્મુ-કાશ્મીરમાંથી ૧, ઝારખંડમાંથી ૪, મધ્યપ્રદેશમાંથી ૮, મહારાષ્ટÙમાંથી ૧૧, ઓડિશામાંથી ૪, તેલંગાણામાંથી ૧૭ ઉમેદવારો મેદાનમાં છે. ઉત્તર પ્રદેશમાંથી ૧, પશ્ચિમ બંગાળની ૧૩ અને ૮ લોકસભા બેઠકો માટે મતદાન થયું છે
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં દિગ્ગજ નેતાઓ મેદાનમાં હતાં જેમનું ભાવી નક્કી થયું છે ં ઉત્તર પ્રદેશની કન્નૌજ લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી ટીએમસીના ઉમેદવાર મહુઆ મોઇત્રા, પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર શત્રુÎન સિન્હા, બિહારની બેગુસરાય બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહ, ખુંટી બેઠક પરથી ભાજપના ઉમેદવારનો સમાવેશ થાય છે. ઝારખંડમાં બીજેપીના અર્જુન મુંડા, તેલંગાણાની હૈદરાબાદ સીટથી બીજેપીના માધવી લથાનોનું ભાવી નક્કી થયું છે