સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંંટણીના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું. જેમાં સાવરકુંડલા શહેરની મુખ્ય બજારો અને માર્ગો પર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને પેરા મીલિટ્રી ફોર્સના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.