પ્રખર રામાયણી લોકસંત પૂ. મોરારીબાપુએ આજરોજ સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત અમરેલીની ભાગોળે આવેલ સારહી તપોવન આશ્રમની આત્મીય મૂલાકાત લીધી હતી અને આત્મજનો સાથે મૂલાકાત કરીને સંસ્થાની સેવા પ્રવૃતિ અને સ્વચ્છતા નિહાળી હતી. પૂ. બાપુએ મુલાકાત બાદ સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી સાથે વીડિયો કોલ દ્વારા વાત કરીને પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી, તેમ સંસ્થાની યાદીમાં જણાવેલ છે.