દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ આજે તેનો ૧૩૭મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. પાર્ટી કાર્યાલયમાં સ્થાપના દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ધ્વજ ફરકાવ્યો હતો અને દેશ અને પક્ષના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં કાર્યકર્તાઓને કહ્યું કે લોકશાહીની રક્ષા માટે આપણે અસામાજિક ષડયંત્રો સામે શક્ય તમામ પ્રયાસ કરીને પાર્ટીને મજબૂત કરવી પડશે. અમે આ સંકલ્પ સાથે આગળ વધીશું. સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણા પ્રિય દેશવાસીઓ અને કોંગ્રેસના બહાદુર મિત્રો, આજે આપણે બધા આપણી ૧૩૭ વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીનો સ્થાપના દિવસ દેશભરમાં મોટા પ્રમાણમાં ઉજવી રહ્યા છીએ. કોંગ્રેસ એ માત્ર એક રાજકીય પક્ષનું નામ નથી, પરંતુ એક આંદોલનનું નામ કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસની રચના કયા સંજાગોમાં થઈ તે મારે કહેવાની જરૂર નથી. કોંગ્રેસ અને તેના તમામ નેતાઓએ આઝાદીની ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આપણને આઝાદી મળી ત્યાં સુધી સંઘર્ષ કર્યો, જેલોમાં આકરી યાતનાઓ વેઠી અને અનેક દેશભક્તોએ બલિદાન આપ્યું. આઝાદી પછી આપણને જે ભારત મળ્યું તેની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ આપણા મહાન નેતાઓએ ખૂબ જ સમજણ અને સંકલ્પ સાથે ભારતના નવા નિર્માણનો મજબૂત પાયો નાખ્યો, જેના આધારે આપણે એક મજબૂત ભારતનું નિર્માણ કર્યું. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે, એવું ભારત જેમાં તમામ દેશવાસીઓના અધિકારો અને હિતોનું ધ્યાન રાખવામાં આવે. જેઓએ આઝાદીની ચળવળમાં ભાગીદારી દર્શાવી ન હતી. તે તેની કિંમત ક્યારેય સમજી શકતો નથી. આજે ભારતના એ મજબૂત પાયાને નબળો પાડવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. સોનિયાએ વધુમાં કહ્યું કે આવા સમયે કોંગ્રેસ ચૂપ રહી શકે નહીં. કોઈને દેશની ધરોહરને ખતમ કરવા નહીં દઈએ. સામાન્ય લોકોના હિત માટે, લોકશાહીની રક્ષા માટે, રાષ્ટ્ર વિરોધી, અસામાજિક ષડયંત્રો સામે શક્ય તમામ સંઘર્ષ કરશે, દરેક બલિદાન આપશે. તેમણે કહ્યું કે, આજના આ ઐતિહાસિક અવસર પર દરેક કોંગ્રેસી વ્યક્તિએ આ સંકલ્પ લઈને કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવાનું છે. આ શબ્દો સાથે, કોંગ્રેસના સ્થાપના દિવસ અને આવનારા નવા વર્ષ માટે આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. જય હિન્દ, જય કોંગ્રેસ.