સાવરકુંડલા તાલુકાના લોકશાળા ખડસલીના એન.એસ.એસ. યુનિટ દ્વારા ભવાની મંદિર, મહુવાના દરિયા કિનારેથી વેસ્ટ પાણીની બોટલ અને કચરો એકત્ર કરી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકશાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નાનજીભાઈ મકવાણા, પ્રતીકભાઇ પટેલ, પ્રવીણભાઈ પટેલ, ગોવાભાઇ ગાગીયા અને ધોરણ ૧૧ /૧૨ ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા ભવાની માતાના મંદિરના કાંઠા વિસ્તારમાં તમામ જગ્યાએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી.