અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા ૨૦૨૪માં સાવરકુંડલા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કે.કે. હાઈસ્કૂલમાં કરાયું હતું. જેમાં લોકવિદ્યા મંદિર થોરડીની અંડર ૧૪ (ભાઈઓ), અંડર ૧૭ ભાઈઓ અને અંડર ૧૯ (ભાઈઓ)ની કબડ્ડીની ટીમ અને અંડર ૧૭ બહેનોની ટીમે જબરદસ્ત જીત મેળવી હતી. આમ કુલ ચાર ટીમ વિજેતા બની જે ટીમ હવે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે અને ત્યાં જીત મેળવી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે તેવી સમગ્ર શાળા પરિવાર વતી શુભકામનાઓ આપવામાં આવી છે.