ધોરાજીની મુલાકાતે આવેલા પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાને મેળા ઓર્ગેનાઈઝેશન વેલફેર એસોસિયેશનના કારોબારી સદસ્ય અરવિંદભાઇ બગડા સહિત સભ્યો દ્વારા મેળા ઉત્સવમાં યાંત્રિક રાઇડની સરકાર દ્વારા સૂચિત કરાયેલ એસ.ઓ.પી. ગાઇડલાઇનમાં ફેરફાર અને સુધારા સૂચવવા મામલે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે કુશળ કારીગરો દ્વારા રાઈડ બનાવવામાં આવે છે. એસ.બી.એ. રિપોર્ટ, લોખંડ અને સ્ટ્રક્ચર્સ, ઇલેક્ટ્રિક અને ફાયર એનઓસી, પોલીસ અને એન્જિનિયરનો રિપોર્ટ, સ્ટ્રક્ચર રિપોર્ટ, વીમા કવચ અને સીસીટીવી કેમેરા સહિત નિયમોનું પાલન કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા નાના વેપારી અને રાઇડ સંચાલકોને ગુજરાન ચાલી રહે તે માટે સરકારે મેળાની માર્ગદર્શિકામાં આવશ્યક ફેરફારો કરવામાં આવે તેવી માગણી લેખિતમાં કરવામાં આવી હતી.








































