આદર્શ નેતાના નેતૃત્વથી નગરનું નજરાણું નરી આંખે નિર્મળ નદીના નિરની જેમ નીરખીએ તો.., નગરનો નિખાર નયનરમ્ય-નયનશોભ્ય- નિહાળી શકાય.
લોકનાયક એટલે…નિયમથી નેતૃત્વ કરે તે સાચો લોકનાયક, નિ:શહાયનો નીસ્વાર્થ સહારો બને તે લોકનાયક, પોતાના આગમન થી ન્યાયના વાયુનું વાવાજોડું સર્જાય તે લોકનાયક, પ્રજાના પ્રશ્નને પોતાના માનીને પ્રજાને માટે પ્રામાણીક પ્રયત્ન કરીને તેજપુંજ પરીણામ લાવે તે સાચો લોકનાયક, લઘુમતી -બહુમતી ને લાગણીથી બાંધી-દોરી એક મંચ પર લાવે તે સાચો લોકનાયક, લોકનાયક પથ દર્શક બનીને સુર્ય સમાન તપે-તપાવે.. પ્રકાશે-પ્રકાશાવે.. સર્વે પર સમાનતાથી અજવાળાથી આંજે પથ દર્શક બની સાચો માર્ગ દર્શાવે તે સાચો લોકનાયક. લોકમેદનીના દુર્ગુણ સાગર સમા પોતાનામાં સમાવીને સમર્પણના વાદળો ઘડી-રચાવી, વિસ્તારી-વરસાવી નિર્મળ ન્યાયના નીરથી માનવતાના બીજ રોપી-ઉછેરી માનવ-માનવના હ્નદયમાં માનવતાની નદી વહેડાવે તે સાચો લોકનાયક. લાચારોના હ્દય ધબકાર અને અત્યાચારોના હ્દય કંપાવે તે સાચો લોકનાયક. સમયના સથવારે ચાલતા આ યુગના ચક્રમાં પણ ચક્રવતી કાર્ય કરી સત્યના સુરજ આગમન કરે તે લોકનાયક. ગરીબોને પોતાનો હક્ક આપવે.., અશીક્ષીત માટે શીક્ષીત બને.., આંધળા માટે આંખો બને.., વિકલાંગ માટે પગ અને દરેક માટે એક હ્દય સમ્રાટ બને તે સાચો લોકનાયક.
સમગ્ર વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો અને જેને વિશ્વને લોકશાહીના પાઠ ભણાવ્યા અને ભણાવે છે તે આપણો ભારત દેશ છે. જેમાં આપણે સૌએ સાથે મળીને રાષ્ટ્ર હીતાર્થ, લોક હીતાર્થ લોકનાયક બનવવો તે આપણી સૌની નૈતીક ફરજ છે.
લોકશાહીને ટકાવી રાખવા માટે તેમજ દેશના સર્વાંગી વિકાસ માટે, ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે, લોક પ્રતીનીધીઓને પોતાનું કર્તવ્ય ખરા અર્થમાં નિભાવી પ્રજાહીતાર્થ રાષ્ટ્રહિતાર્થ ના કાર્યો કરવા જ પડશે. અને એક લોકનાયક ની શક્તિ આ વિશ્વને બતાવવી જ પડશે. હે લોકો દ્વારા લોકો માટે બનેલા-બનાવેલા લોકનાયકો તમે જ સર્વ અશક્ય કાર્ય ને પણ શક્ય કરી જ શકો છો. હે…, લોકનાયકો તમે ઈચ્છો તો સામાન્ય ગામડાના છેવાડાના મકાનથી લઈને દેશની રાજધાની ને પણ ધ્રુજાવી શકો છો. તમે ઈચ્છો તો નાગરીકોને ન્યાય અપાવી શકો છો. અસહાયનો સહારો બની અધર્મીઓનો નાશ કરી શકો છો. હે લોકનાયકો તમે લોક કલ્યાણ હિતાર્થે સમગ્ર સાગર બની તમારા કાર્યનો ઘુઘવાટ ચારેય દિશામાં ફેલાવો. ધરતી પરના તમામ અધર્મીઓને તમારા નામ માત્રથી કંપારી દો. તમે સર્વશક્તિમાન છો. હે લોકનાયકો જો તમે હૃદયથી ચોખા હશો…, તમે સત્યની સાથે હશો …, તમારી નીતી સાચી હશે તો કોઈની શકતી નથી કે તમને જે-તે કાર્ય કરતા અટકાવી શકે. કારણ કે “નીતી એજ તો ધર્મ છે”. પ્રામાણિકતાના આ વૃક્ષને માનવતા સાથે જોડી ભારતને ભવ્ય બનાવવામાં તમારું યોગદાન આપો.
હવે આગમાં શીતળતા પ્રાપ્ત કરવા જેવો કઠીન પ્રશ્ન તો એ છે કે; લોકનાયક કોણ? પરંતુ ક્ષણીક વિચારીએ તો આ પ્રશ્નનો ઉત્તર પણ સ્વચ્છ આભલામાં ચહેરો જોયા જેવો જ સરળ છે.જે પ્રજાના નિશ્વાસ કાર્ય કરે તે જ લોકનાયક છે. મુસીબતોના સમયે તમારા આમંત્રણ વગર તમારી આગળ ઉભા રહે તે લોકનાયક. જે તમારા પરીવારની આફતને પોતાના પરીવારની આફત સમજી તમને મદદરૂપ બને તે લોકનાયક. જે કઠીન થી કઠીન કાર્યોને સરળતાનું એક બિંદુ બનાવી દે તે જ સાચો લોકનાયક. લોકનાયક તો ભારતના ઘરે-ઘરે છે. પરંતુ જરૂર છે તેને જગાડવાની. આ ભ્રમ અને ડરની ઊંઘ તેમના પર વર્ચસ્વ જમાવી બેઠી છે, તેને જગાડી ભારતમાં અનેક લોકનાયકો તૈયાર કરીએ અને આ લોકનાયકોથી ભારતની ધરાને વિશ્વમાં ફરીથી શ્રેષ્ઠ બનાવીએ.
ચાલો સૌ સાથે મળીને લોકનાયકોની નદીને સદા વહેડાવવા માટે લોકશાહીના સમુદ્રને ઘુઘવીએ. ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવવા માટે સાચા લોકનાયકોને પસંદ કરીએ. ભારતની ધરાને ફરી પૂર્ણ ધર્મભૂમી બનાવવા માટે સત્યના સુરજ સમા પોતે જ પ્રકાશીએ અને લોકોને મદદરૂપ બની સત્ય માર્ગ ચીંધીએ. ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે લોકનાયકોને ખાસ નમ્ર અપીલ કરીએ કે ; પ્રામાણીકતા અને નીતિમત્તાથી વિકાસના બિંદુને અનંત રેખા બનાવો તેમજ રાષ્ટ્ર કલ્યાણના ભગીરથ કાર્યો કરી તમારા નેતૃત્વને નીખારો અને નેતૃત્વના નીરખતા રંગોથી દુનિયાને રંગીન બનાવો. વંદે માતરમ.