બગસરા તાલુકાના નાના મુંજીયાસર જેવા ઓછી વસ્તી ધરાવતા ગામનાં વતની અને લોકગાયિકા અલ્પાબેન પટેલને અમદાવાદ ખાતે એર સંસ્થા દ્વારા દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવતા સમગ્ર બગસરા તાલુકાનું ગૌરવ વધારેલ છે. અલ્પાબેન પટેલને તેમની ગાયન ક્ષમતાને ધ્યાને લઈ ક્લાઉડ લેન્ડ એન્ટરટેઇનમેન્ટ અને બોમ્બે એન્ટરટેઇનમેન્ટ સંસ્થાના સહયોગથી ૧૬ નવેમ્બરના રોજ દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી ફિલ્મ સિટી એવોર્ડથી અમદાવાદ ખાતે ખ્યાતનામ કલાકાર સુરેન્દ્ર પાલના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ તકે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખરે બગસરા તાલુકાનું ગૌરવ વધારવા બદલ અલ્પાબેનને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી.