(એ.આર.એલ),તેલઅવીવ,તા.૨૦
લેબનોનમાં પેજર અને વોકી ટોકીઝમાં થયેલા વિસ્ફોટ અને ૩૦થી વધુ લોકોના મોત બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધી ગયો છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે પહેલેથી જ તણાવ હતો, હવે લેબનોનમાં બનેલી ઘટનાઓએ આ તણાવ અનેકગણો વધારી દીધો છે. આ જ કારણ છે કે પરિÂસ્થતિને જાતા, વિવિધ એરલાઇન્સે પશ્ચિમ એશિયામાં તેમની ફ્લાઇટ્‌સ રદ કરી છે જેથી કરીને કોઈપણ અપ્રિય પરિÂસ્થતિને ટાળી શકાય. ચાલો જાણીએ કે પશ્ચિમ એશિયામાં કઈ એરલાઈન્સે તેમની ફ્લાઈટ્‌સ રદ કરી છે.અલ્જેરિયાની એરલાઇન એર અલ્જેરીએ લેબનોન માટે તેની ફ્લાઇટ સેવાઓ રદ કરી છે. એરલાઈને આગામી આદેશ સુધી સેવાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.
એર ફ્રાન્સે ૧૭ સપ્ટેમ્બરથી બેરૂત અને તેલ અવીવની ફ્લાઈટ રદ કરી છે. દરમિયાન, કેએલએમએ ૨૬ ઓક્ટોબર સુધી તેલ અવીવથી તમામ ફ્લાઇટ્‌સ રદ કરી દીધી છે. ટ્રાન્સાવિયા એરલાઈને પણ ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી તેલ અવીવની તમામ ફ્લાઈટ્‌સ રદ કરી દીધી છે. આ દરમિયાન બેરૂતની ફ્લાઈટ ૩ નવેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.એર ઈન્ડયાભારતીય એરલાઈન કંપની એર ઈન્ડયાએ પણ આગામી આદેશ સુધી તેલ અવીવની તમામ ફ્લાઈટ્‌સ રદ કરી દીધી છે.હોંગકોંગ સ્થત એરલાઇન કેથે પેસિફિકે ૨૭ માર્ચ, ૨૦૨૫ સુધી તેલ અવીવની તેની તમામ ફ્લાઇટ્‌સ રદ કરી છે.અમેરિકન એરલાઇન ડેલ્ટા એરલાઇન્સે ૩૧ ડિસેમ્બર સુધી ન્યૂયોર્ક અને તેલ અવીવ વચ્ચેની ફ્લાઇટ્‌સ રદ કરી છે.બ્રિટનની બજેટ એરલાઈને પણ આ વર્ષે એપ્રિલમાં તેલ અવીવની તમામ ફ્લાઈટ્‌સ કેન્સલ કરી દીધી હતી અને હવે આ ફ્લાઈટ્‌સ ૩૦ માર્ચ, ૨૦૨૫ના રોજ ફરી શરૂ થશે. લાતવિયન એરલાઇન એર બાÂલ્ટકે પણ પશ્ચિમ એશિયા માટે તેની રીગાથી તેલ અવીવ ફ્લાઇટ્‌સ રદ કરી છે. હવે સ્થતિને જાતા ટૂંક સમયમાં ફ્લાઈટ સેવા ફરી શરૂ થવાની આશા ઓછી છે.જર્મન એરલાઇન લુફ્થાંસા ગ્રૂપે પણ તેલ અવીવ અને તેહરાનની તમામ ફ્લાઇટ્‌સ રદ કરી છે. એરલાઈને ૫ સપ્ટેમ્બરે જ તેલ અવીવ માટે ફ્લાઈટ શરૂ કરી હતી. બેરૂતની તમામ ફ્લાઈટ્‌સ ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.આ સિવાય યુરોપની બજેટ એરલાઇન રાયનેર, જર્મનીની સુનાયર એરલાઇન્સ અને શિકાગો સ્થત યુનાઇટેડ એરલાઇન્સે પણ તેલ અવીવની ફ્લાઇટ્‌સ રદ કરી છે. બ્રિટિશ સરકારે પણ તેની એરલાઈન્સને એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને લેબનીઝ એરસ્પેસમાં પ્રવેશ ન કરવા જણાવ્યું છે. આ એડવાઈઝરી ૮ ઓગસ્ટથી ૪ નવેમ્બર સુધી જારી કરવામાં આવી હતી.