અમરેલીમાં આવતીકાલ તા.૮ના રોજ શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા ૧૩મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. સમૂહલગ્નના આયોજનને લઇ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી તા.૮ને રવિવારના રોજ ખેડૂત તાલીમ કેન્દ્ર લીલીયા રોડ અમરેલી ખાતે યોજાનાર ૧૩મા સમૂહ લગ્નોત્સવમાં ૧૪ યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. આજરોજ રાત્રિના ૮ઃ૩૦ કલાકે દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૮ના રોજ સવારે ૭ઃ૩૦ કલાકે મંડપ મુહૂર્ત, સાંજે ૬ઃ૦૦ કલાકે જાન આગમન, સાંજે ૭ઃ૦૦ કલાકે સત્કાર સમારંભ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઇ વઘાસીયા, કાળુભાઇ ભંડેરી, કાળુભાઇ સુહાગીયા, ચતુરભાઇ ખૂંટ, હસમુખભાઇ પટેલ, રાજુભાઇ માંગરોળીયા, દિનેશભાઇ બાંભરોલીયા, મેનેજીંગ ટ્રસ્ટી ડી.કે. રૈયાણી, ભરતભાઈ બાવીશી, નિમેષભાઈ બાંભરોલીયા, જગદિશભાઈ તળાવિયા, પંકજભાઈ ધાનાણી, જતીનભાઈ સુખડીયા, હરેશભાઈ બાવીશી, ભીખાભાઈ કાબરીયા, ભરતભાઈ સાવલીયા, ગોપાલભાઈ કચ્છી, કૌશલભાઈ ભીમાણી, રમેશભાઈ બાબરીયા, ઘનશ્યામભાઈ સોરઠીયા, પ્રેમજીભાઈ ડોબરીયા, લાલભાઈ દેસાઈ, બાલાભાઈ વઘાસીયા, બાબુભાઈ ચોવટીયા, ચંદુભાઈ વોરા, દકુભાઈ ભુવા, રમેશભાઈ કાથરોટીયા, પીન્ટુભાઈ ધાનાણી, ભરતભાઈ ચકરાણી, હરેશભાઈ ધડુક, મુકુંદભાઈ સેંજલીયા, દિનેશભાઈ સાવલીયા, એ.બી.કોઠીયા, સુરેશભાઈ દેસાઈ, ગોરધનભાઈ માદલીયા, જયકાંતભાઈ સોજીત્રા, પી.પી. પડસાલા, ડો.જી.જે. ગજેરા, મનુભાઈ દેસાઈ, મીનીશેઠ, શીવલાલ હપાણી, પ્રવિણભાઈ ગજેરા, મુળજીભાઈ પાનેલીયા, દુલાભાઈ દેસાઈ, વસંતભાઈ મોવલીયા, વલ્લભભાઈ રામાણી, એમ.કે.સાવલીયા, હિંમતલાલ ધાનાણી, ઘનશ્યામભાઈ રૈયાણી, ભુપતભાઈ સાવલીયા, ભરતભાઈ પાનસુરીયા, બાબુભાઈ બાબરીયા, નિલેષભાઈ દેસાઈ, પરેશભાઈ પોકળ, ધીરૂભાઈ રાદડીયા સહિત ટ્રસ્ટના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યાં છે. આ લગ્નોત્સવના સમારંભ અધ્યક્ષ વસંતભાઈ ગજેરા અને મુખ્ય દાતા વિશાલભાઇ વેકરીયા રહેશે. લગ્નોત્સવમાં સંતો – મહંતો ઉપÂસ્થત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવશે. લગ્ન સમારંભનું ઉદ્ઘાટન ચતુરભાઇ ચોડવડીયા, પરેશભાઇ ગજેરા, રવજીભાઇ વસાણી, રતિલાલ ગજેરા, કિશોરભાઇ કીકાણી કરશે. તેમજ આ સમારોહમાં સમાજના રાજસ્વી રત્નો હાજર રહેશે.