લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ, અમરેલી દ્વારા આગામી વર્ષો માટે સંસ્થાના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ સંસ્થા સમાજ કલ્યાણના વિવિધ કાર્યો જેવા કે સમૂહલગ્ન, વેવિશાળ પસંદગી સમારોહ, વિદ્યાર્થી સન્માન કાર્યક્રમો, વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ કાર્યક્રમો, ધાર્મિક તહેવારો અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણીઓ સક્રિયપણે કરે છે. સંસ્થાના પ્રમુખ ડી.કે. રૈયાણી, કોર કમિટીના સભ્યો કાળુભાઈ ભંડેરી, દકુભાઈ ભુવા, હિમાંશુભાઈ ધાનાણી, કાંતિભાઈ વઘાસિયા અને રાજેશભાઈ માંગરોળીયા દ્વારા સમાજના આગેવાનો સાથે પરામર્શ કરીને નવી ટીમની વરણી કરવામાં આવી છે. નિયુક્ત થયેલા હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે કાળુભાઈ સુવાગીયા, દિનેશભાઈ બાંભરોલીયા, લાલજીભાઈ દેસાઈ, ડો. ચંદ્રેશભાઈ ખૂટ, નરેશભાઈ સાકરીયા, હરેશભાઈ ધડુક, નિલેશભાઈ દેસાઈ અને કાળુભાઈ કાછડીયા મંત્રી તરીકે પ્રો. જે.ડી. સાવલિયા, ભરતભાઈ બાવીસી, રાજુભાઈ ઝાલાવાડીયા, સંજયભાઈ રામાણી (ચંદુ), ધવલભાઈ કાબરીયા, વર્ષિલભાઈ મોવલીયા, વરુણભાઈ પટેલ અને ડો. નરેન્દ્ર સોજીત્રા અને ખજાનચી તરીકે ગોપાલભાઈ કચ્છી, ભરતભાઈ કાબરીયા, વર્ષિલભાઈ સાવલિયા, જયસુખભાઈ સોરઠીયા, જગદીશભાઈ તળાવીયા, પંકજભાઈ ધાનાણી અને પરેશભાઈ પોકળના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના વડીલ આગેવાન મનુબાપા દેસાઈ, લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખો કાંતિભાઈ વઘાસિયા, દિનેશભાઈ ભુવા અને નંદલાલભાઈ ભડકણ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.