પંજાબની લુધિયાણા કોર્ટ કોમ્પલેક્સમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ખાલિસ્તાની આતંકીઓનો હાથ હોવાની વાત ચર્ચાઈ રહી છે. આ બ્લાસ્ટ કરવામાં કેટલાક પાકિસ્તાનમાં બેઠેલા કટ્ટરપંથી સંગઠનની ભૂમિકા હોવાની વાત શક્યતા છે. તેમાં સૌથી મોટુ નામ બબ્બર ખાલસાનું છે. પંજાબમાં થોડા સમય પહેલા જ બોર્ડર પારથી આવેલા ઘણા ટિફિન બોમ્બ અને હેન્ડ ગ્રેનેડ પકડાયા છે. આ સંજાગોમાં પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થકોએ પોતાના મોડ્યૂલ દ્વારા આ બ્લાસ્ટનું ષડયંત્ર બનાવ્યું હોવાની શક્યતા છે.આ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિના શરીર પર ધાર્મિક નિશાન ધરાવતુ ટેટૂ છે. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલો વ્યક્તિ પંજાબનો જ રહેવાશી હોઈ શકે છે. શરીર પરના ટેટૂના માધ્યમથી તેની ઓળખનો પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. આ બ્લાસ્ટમાં આઇઇડીના ઉપયોગની પણ બહાર આવી છે. તપાસ એજન્સી હાલ આ બાબતે પણ તપાસ કરી રહી છે.આ બ્લાસ્ટ પછી બાથરૂમમાંથી જે માણસનું શરીર મળ્યું, તેનો ચહેરો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ માણસે પહેરેલા કપડામાંથી કોઈ કાગળ પણ મળ્યો નથી. આવા સંજાગોમાં હાલ પોલીસ માટે આ વ્યક્તિની ઓળખનો મોટો સવાલ સર્જાયો છે. બ્લાસ્ટમાં તેના કપડા ખરાબ રીતે ફાટી ગયા છે. પોલીસ હાલ કોર્ટ પરિસરની બહાર અને આસપાસના વિસ્તારમાં લાગેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરાના આધારે ઓળખના પ્રયત્નો કરી રહી છે.પંજાબ પોલીસ અને કેન્દ્રની તપાસ એજન્સી માની રહી છે કે આ બ્લાસ્ટ બોમ્બને પ્લાન્ટ કરતી વખતે થયો હોવો જાઈએ. તેના પગલે બોમ્બ મુકનારના જ ટુકડે-ટુકડા થઈ ગયા હતા. દિલ્હીથી આવેલા એનઆઇએ અને એનએસજીના અધિકારીઓએએ ઘડ અને ઈજાગ્રસ્ત ચહેરાને ગુરુવારે રાતે સવા ૧૦ વાગ્યે લુધિયાણાની સવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જાકે તેના પગ અને હાથ બ્લાસ્ટના ૨૦ કલાક પછી પણ શુક્રવારે સવારના ૧૦ વાગ્યા સુધી મળ્યાં નથી. લુધિયાણાના પોલીસ કમિશ્નર ગુરપ્રીત સિંહ ભુલ્લર પણ કહી ચુક્યા છે કે બ્લાસ્ટમાં જે વ્યક્તિના ટુકડા થઈ ગયા છે, કદાચ તેની પાસે જ એક્સપ્લોસિવ હતા અને તેને પ્લાન્ટ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો.પંજાબ પોલીસના અધિકારી શુક્રવારે લુધિયાણા કોર્ટમાં આવતા લોકોની પુછપરછ કરશે. તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ત્રીજા માળ પર જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો, ત્યાં ફોટોસ્ટેટ મશીન હતું, ત્યાં કેટલાક મહિલાઓ અને યુવક હતા. પોલીસ આ લોકોની પણ પૂછપરછ કરશે. ફટોસ્ટેટ મશીન પર કામ કરતી બે મહિલાઓ આ બ્લાસ્ટમાં ઘાયલ થઈ હતી. તેમને હાલ લુધિયાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ તેમની પણ પૂછપરછ કરી શકે છે.૧૫ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૨૫થી વધુ ડ્રોન ભારતીય સીમામાં ઘૂસી ચૂક્યા છે. હથિયારો, હેરોઈન અને ટિફિન બોમ્બ મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે જ ૧૧ ટિફિન બોમ્બ મળી આવ્યા છે. આઈબી અને કાઉન્ટર ઈન્ટેલિજન્સના ટોચના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબમાં ટિફિન બોમ્બનો ખતરો વધારે છે કારણ કે હજુ સુધી ટિફિન બોમ્બનો મોટો જથ્થો મળી આવ્યો નથી.અજનલાની ઘટનાના તાર પણ આતંકવાદીઓ સાથે જાડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અજનલામાં શર્મા ફિલિંગ સ્ટેશન પર બ્લાસ્ટની ઘટના બાદ પોલીસે નજીકના ગામના ચાર યુવકોની ધરપકડ કરી હતી. જેમાંથી રૂબલ અને વિકી બંને પાકિસ્તાનમાં બેઠેલા ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના ચીફ લખબીર સિંહ રોડેના સંપર્કમાં હતા.૧૫ સપ્ટેમ્બરે દિલ્હીમાંથી ધરપકડ કરાયેલા છ આતંકવાદીઓ જાન મોહમ્મદ, ઓસામા, મૂળચંદ, ઝીશાન, મોહમ્મદ અબુ બકર, મોહમ્મદ અમીર જાવેદની પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું હતું કે, તેમને પંજાબમાંથી જ વિસ્ફોટક સામગ્રી સપ્લાય કરવામાં આવી હતી. હેન્ડ ગ્રેનેડ અને અન્ય હથિયારો માત્ર પંજાબના ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવા માટે સપ્લાય કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ કરીને સ્થાનિક આતંકવાદીઓ તેમની તાલીમ પૂર્ણ કરી શકે છે.પંજાબમાં વારંવાર હાઈ એલર્ટ કરી રહ્યું છે કે આતંકવાદી સંગઠનો કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. પંજાબમાં મળી આવેલા આરડીએક્સ અને ટિફિન બોમ્બના કન્સાઈનમેન્ટ્‌સના તાર પાકિસ્તાનમાં બેઠેલા ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના પ્રમુખ લખબીર સિંહ રોડે સાથે જાડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.